હોળી નો પવન: હોળી ની ઝાળ પરથી વર્ષનો વરતારો, આવતુ વર્ષ કેવુ રહેશે

 હોળી નો પવન: હોળી ની ઝાળ: રવિવાર તા. 24 માર્ચ ના રોજ હોળી છે અને સાંજે સારા ચોઘડીયામા તમામ ગામ અને વિસ્તારોમા હોળી પ્રગટાવવામા આવે છે. આપણી પ્રાચીન માન્યતા અનુસાર ઘણા વૃદ્ધ લોકો હોળીનો પવન એટલે કે હોળીની ઝાળ કઇ દિશામાથી કઇ દિશામા જાય છે તેનુ દર વર્ષે ખાસ ઓબ્ઝરવેશન કરતા હોય છે. હોળીની ઝાળ એટલે કે પવન પરથી આવતુ વર્ષ કેવુ રહેશે તેનો અંદાજ લગાવવામા આવે છે. ચાલો જાણીએ પ્રાચીન માન્યતા અનુસાર આજની પોસ્ટમા જાણીએ હોળી ની ઝાળ એટલે કે હોળીનો


હોળીના તહેવાર નુ આધ્યામિક રીતે ઘણુ મહત્વ રહેલુ છે. હોળીમાં હોલીકા દહન વખતે પવનની દિશા નુ ઘણુ મહત્વ રહેલુ છે. હોળીમાં પવનની દિશા પરથી આવનારા વર્ષ નો વરતારો કાઢવામા આવે છે. એટલે કે આવતા વર્ષે વરસાદ કેવો રહેશે અને કેટલા આની વર્ષ રહેશે તેનો અંદાજ કાઢવામા આવે છે. એ જ રીતે પવનની દિશા પરથી વરસાદ કેવો રહેશે તેમજ દુષ્કાળ, વાવાઝોડુ જેવી બાબતનું અનુમાન પણ કરવામા આવે છે.. ત્યારે ગુજરાત ના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પવનની દિશા અને તેની અસરો અંગે જાણવા જેવી માહિતી આપી છે.



હોળીની ઝાળનુ મહત્વ


આપણે ત્યા પ્રાચીન એક ભડલી વાક્ય ખૂબ જ પ્રચલિત છે. હોળી દિનનો કરો વિચાર, શુભ અશુભ ફળ સાર, પશ્ચિમનો વાયુ વાય એજ સમય સારો કહેવાય. ગામોગામ હોળી શુભ મુહૂર્તમાં જ્યારે પ્રગટાવવામાં આવે છે, ત્યારે હોળીની ઝાળ કઈ દિશામાં જાય છે ? તે ખાસ જોવામા આવે છે.. જો પશ્ચિમ બાજુનો પવન ફૂંકાતો હોય અને પૂર્વ દિશામાં હોળીની ઝાળ જાય તો ચોમાસે વરસાદ સારો રહે તેવી માન્યતા છે.


હોળીની ઝાળ પરથી વર્ષનો વરતારો


ચાલો એક પ્રાચીન ચાર્ટ દ્વારા સમજીએ કે હોળીની ઝાળ કઇ દિશામાં જાય તો કેવું વર્ષ થાય તે અંગે શું માન્યતા રહેલી છે. ?


આ પણ વાંચો:


• હોળીના પવનની દિશા પરથી આવનારા વર્ષે કેવો વરસાદ રહેશે તેનું અનુમાન કરવામા આવે છે.


• જો હોળીમાં ઉત્તર દિશાનો પવન ફૂંકાય તો આવતા વર્ષે વરસાદ સારો થાય તથા શિયાળામા સારી ઠંડી પડે અને ધાન્ય સારુ પાકે તેવી માન્યતા રહેલી છે.


• હોળીમાં પૂર્વ દિશાનો પવન ફૂંકાય તો વરસાદ ખૂબ સારો થાય અને બાર આની વર્ષ થાય તેવી માન્યતા રહેલી છે.


• હોળીમા પશ્વિમ દિશા તરફનો પવન ફૂંકાય તો વાડી ન સુકાય તેવો સારો વરસાદ થાય તેવી માન્યતા રહેલી છે એટલે કે આઠ આની ચોમાસુ રહે તેવુ ગણી શકાય.


• દક્ષિણ દિશાનો પવન ફૂંકાય તો દુષ્કાળ પડવાનો ભય રહેલો છે અને ધાન્ય ની અછત સર્જાય તેવી માન્યતા છે.


• હોળીમાં ઇશાન ખુણા તરફ નો પવન ફૂંકાય તો વરસ એકંદરે સારુ રહે, પણ ઠંડી રહે એટલે કે સોળ આની વરસ થાય તેવુ માનવામા આવે છે.


• હોળીમાં વાયવ્ય દિશા તરફનો જો પવન ફૂંકાય તો પવન સાથે વરસાદ પણ સારો રહે.


• હોળીમાં નૈઋત્ય દિશાનો પવન સાધારણ વરસાદ પડશે તેવુ સૂચવે છે અને રોગ જીવાત નો ઉપદ્રવ રહે તેવી માન્યતા રહેલી

Post a Comment

Previous Post Next Post