Apaar id 2024

By | 03/12/2024

*જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તમામ*
*જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તમામ*
*શાસનાધિકારીશ્રી તમામ,*

*વિષય: APAAR અમલીકરણ માટે અંતર્ગત Mega APAAR દિવસ ઉજવવા બાબત.*

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત *”એક રાષ્ટ્ર, એક વિદ્યાર્થી ID”* ના ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવાના પ્રયાસના ભાગરૂપે પૂર્વ પ્રાથમિક થી ધોરણ ૧૨ સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે ૧૨ અંકનું *”ઓટોમેટેડ પરમેનેન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી” APAAR ID* જનરેટ કરવાની કામગીરી શરુ છે. આગામી *તા. 09/12/2024 અને 10/12/2024 ના રોજ તમામ શાળાઓમાં Mega APAAR દિવસ ઉજવવાનું રાજ્ય કક્ષાએથી નક્કી કરવામાં આવેલ છે.* જેમાં રાજ્યની તમામ શાળાઓમાં આ દિવસોમાં *Mega APAAR દિવસની ઉજવણી કરવામાં આવે અને તે દરમ્યાન મહત્તમ વિદ્યાર્થીઓના APAAR ID જનરેટ થાય* તે પ્રકારે *જિલ્લા કક્ષાએથી જરૂરી આયોજન કરી શાળાઓમાં સૂચનાઓમાં આપી ફોલોઅપ કરશો.*

આપાર આઈડી (Apaar ID) – ઑટોમેટેડ પરમાનેન્ટ એકેડેમિક એકાઉન્ટ રેજિસ્ટ્રી: શિક્ષણના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પગલું

*UDISE+ માં વિદ્યાર્થીઓની APAAR ID કેવી રીતે બનાવવી…? સ્ટેપ બાય સ્ટેપ માહિતી…*

 

➡️

 

* શાળા રેકર્ડ (GR)પ્રમાણે આધારકાર્ડમાં અને udise plus માં નામ હોય એવા બાળકોના AAPAR ID જનરેટ કરવા.

 

* જે બાળકોના નામ જી.આર. મુજબ આધારકાર્ડ માં નથી એવા બાળકોને આધારકાર્ડ માં સુધારા માટે સૂચના આપવી.

 

* શાળા કક્ષાએથી udise રેકર્ડ મુજબ અટક આગળ આવે છે તે જો નામ આધાર કાર્ડ મુજબ સાચું હોય તો શાળા લેવલથી udise plus માં અટક પાછળ કરી લેવી.

 

 

* પણ જો જી આર પ્રમાણે નામમાં અને આધારકાર્ડ મુજબ બાળકનુંનામ કે પિતાના નામમાં સુધારો હોય તો એ બાળકનું આધારકાર્ડ સુધારા માટે આપવું.

 

 

* Udise માં બાળકના નામ પિતાના નામમાં ભૂલ હોય તો એ બ્લોક કક્ષાએ સુધારો થઈ જશે આવા બાળકોની યાદી બનાવી બ્લોક લેવલે MIS ને મોકલી આપવી.

 

* અટક બાળકના નામ અને પિતાના નામ આ ત્રણે માં સુધારો હોય તો એ શાળા લેવલથી થતો નથી. એ સુધારા માટે બ્લોક લેવલે મોકલી આપવું.

 

* શાળાના લોગીનમાં માત્ર અટક આગળની પાછળ કરવી કે કોઈ નામમાંથી એક અક્ષર કાઢવો કે એડ કરવો આમાંથી એક જ સુધારો એક વાર જ કરી શકાય છે

 

શિક્ષણ એ એક એવો ક્ષેત્ર છે જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્થાઓ વચ્ચે સતત સંપર્ક અને સહકાર જરૂરી છે. આ સંપર્ક અને સહકારને સરળ અને વ્યવસ્થિત બનાવવા માટે, આપાર આઈડી (Apaar ID) એ એક આવિષ્કારાત્મક ઉકેલ છે જે શિક્ષણના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહ્યું છે.

 

આપાર આઈડી (Apaar ID) શું છે?

આપાર આઈડી (Apaar ID) એ એક ઑટોમેટેડ પરમાનેન્ટ એકેડેમિક એકાઉન્ટ રેજિસ્ટ્રી છે જે શિક્ષણના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્થાઓ વચ્ચે સંપર્ક અને સહકારને સુલભ બનાવે છે. આ સિસ્ટમ વિદ્યાર્થીઓના રેકોર્ડને ડિજિટલ રૂપે સંગ્રહે છે.

 

આપાર આઈડી (Apaar ID) એ એક આવિષ્કારાત્મક ઉકેલ છે જે શિક્ષણના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્થાઓ વચ્ચે સંપર્ક અને સહકારને સુલભ બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *